વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ નવો તાલુકો બનશે, શંકર ચૌધરીના સંકેત
February 09, 2025

વાવ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાને લઈને 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો. જેમાં નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જ્યારે થરાદના કીયાલ ગામ ખાતે લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું અને વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા હતા.
રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો હતો. જેને લઈને શંકર ચૌધરીએ થરાદના કીયાલ ગામ ખાતે નિવેદન આપ્યું હતું. જેમાં વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપતાં તેમણે જણાવ્યું કે, 'આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે અને કીયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું.'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની 1 જાન્યુઆરી, 2025ના રોજ જાહેરાત કરી હતી. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.
Related Articles
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકાશમાંથી આગ વરસશે, હવામાન વિભાગની આગાહી
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકા...
Mar 12, 2025
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
Trending NEWS

12 March, 2025

12 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025