દશેરા બાદ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ

September 13, 2025

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. ગ્રહોના સમૂહમાં શનિદેવને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે, જે વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનું યોગ્ય ફળ આપે છે. હાલમાં શનિદેવ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બેઠા છે અને જૂન 2027સુધી આ જ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં દશેરા પછી શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે, જેની સીધી અસર 12 રાશિઓ પર પડશે. હાલમાં શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છે અને 3 ઓક્ટોબરે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે આ નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓને જીવનમાં ખૂબ લાભ મળવાનો છે.

કર્ક રાશિ

શનિનું નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. રોકાણથી લાભ મળવાની શક્યતા છે. તમને ભાગ્યનો સાથ મળશે. લગ્ન જીવન સુખી રહેશે. અટકેલા કામને ગતિ મળશે. આવકની નવી તકો મળી શકે છે.  

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય ખુશીઓ લઈને આવશે. આર્થિક સંકટથી રાહત મળશે. વ્યાપારમાં મોટો નફો થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ બનશે. રોકાણથી લાભ મળશે. 

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન ખૂબ જ ફળદાયી રહેશે. ભાગ્યનો સાથે મળશે અને જૂના અટકેલા કાર્યો પૂર્ણ થશે. બિઝનેસમાં લાભ થશે. લગ્ન જીવન પણ સુખી રહેશે. આત્મવિશ્વાસ વધશે અને તમને સમાજમાં માન-સન્માન મળશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે.