તુ-તુ-મૈં-મૈં બાદ કંગના રણૌતે બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ, રક્ષાબંધને સ્વીકારી મીઠાઈ
August 28, 2026
દિલ્હી : યોગગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ તથા અભિનેત્રી કંગના રણૌત વચ્ચે વીતેલા દિવસોમાં અત્યંત તીખી અને અંગત નિવેદનબાજી જોવા મળી હતી. જોકે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કંગના રણૌતે પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસ દ્વારા જૂના વિવાદો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. કંગનાએ બાબા રામદેવને પોતાના 'મોટા ભાઈ' ગણાવ્યા છે અને કહ્યું છે કે આ તહેવાર જૂના ગિલા-શિકવા ભૂલી જવા માટે હોય છે.
કંગનાએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટસમાં લખ્યું હતું કે, "તહેવારનો દિવસ બધી ભૂલચૂક માફ કરવા માટે જ હોય છે. મારા ભાઈ બાબા રામદેવજીએ ખૂબ સારું કહ્યું કે વિવાદ નહીં, સંવાદ થવો જોઈએ. આજે રક્ષાબંધનના દિવસે હું તેમની મીઠાઈ અને મોટા ભાઈનો પ્રેમ બંને સ્વીકારું છું. ખૂબ ખૂબ આભાર, ઈશ્વર આપને દીર્ઘાયુ આપે." હાલમાં જ જ્યારે બાબા રામદેવે શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા ત્યારે એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં તેમને કંગના રણૌત અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં રામદેવે કંગનાના ચરિત્ર અને તેની જવાની પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, "તેમની જવાની કેવી રહી છે, તેમણે પોતાના વિશે વિચારવું જોઈએ." રામદેવે કંગનાની યોગ્યતા (ક્વોલિફિકેશન) પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
બાબા રામદેવના નિવેદન પર કંગનાએ તીખો પલટવાર કરતા કહ્યું હતું કે, રામદેવે મારી જવાની અને બેડરૂમ વિશે સપના ન જોવા જોઈએ. એક ઈન્ટરવ્યુમાં કંગનાએ કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, "શું બાબા રામદેવ મારા બેડરૂમમાં ચામાચીડિયું બનીને લટક્યા હતા? તેમણે જે પણ જોયું હોય તે દેશને જણાવવું જોઈએ."
Related Articles
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટણી થાય તો CM યોગી સામે મોટો પડકાર
સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટ...
Aug 28, 2026
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી દીધું રાજીનામું, રડતાં-રડતાં લગાવ્યો મોટો આરોપ
કર્ણાટકના મંત્રીએ માત્ર 25 દિવસમાં જ આપી...
Aug 28, 2026
કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, કોંગ્રેસને બમ્પર ફાયદો
કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો,...
Aug 28, 2026
ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્રમિકનો આબાદ બચાવ
ત્રિશૂલી ટનલમાંથી 63 ભારતીયો સહિત 350 શ્...
Aug 28, 2026
2 વર્ષના રાજકારણ બાદ દિગ્ગજ નેતાની PM પદની રેસમાં એન્ટ્રી, રાહુલ ગાંધીનું વધ્યું ટેન્શન!
2 વર્ષના રાજકારણ બાદ દિગ્ગજ નેતાની PM પદ...
Aug 28, 2026
પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન
પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગ...
Aug 25, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026