અમદાવાદમાં AI 171 પ્લેન ક્રેશ કેસ : તપાસ હજુ પણ ચાલુ હોવાનું સરકારનું રટણ
June 12, 2026
અમદાવાદ : અમદાવાદમાં સર્જાયેલા ભયાનક એર ઇન્ડિયા AI171 વિમાન અકસ્માતને આજે બરાબર 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર સરકારી તપાસ સંસ્થા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ શુક્રવારે (12 June 2026) જણાવ્યું છે કે, 'બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર), એન્જિનના ભાગો અને એરક્રાફ્ટ સિસ્ટમના પૃથ્થકરણમાં તપાસકર્તાઓએ 'નોંધપાત્ર પ્રગતિ' (Significant Progress) મેળવી લીધી છે. જો કે, સંસ્થાએ સત્તાવાર અહેવાલ બહાર આવે તે પહેલાં કોઈપણ પ્રકારની અટકળો ન લગાવવા ચેતવણી આપી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં AAIBએ જણાવ્યું કે, 12 જૂન 2025ના રોજ ઘટેલી આ દુર્ઘટનાના કારણો શોધવા માટે છેલ્લા 1 વર્ષ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ પુરાવાઓનું અત્યારે ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલી રહ્યું છે, અને તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ટેક-ઓફ થયેલું એર ઇન્ડિયાનું 'બોઇંગ 787-8 ડ્રીમલાઇનર' (Boeing 787-8 Dreamliner) વિમાન 12 જૂન 2025ના રોજ ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ એરપોર્ટ નજીક આવેલી એક મેડિકલ હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 241 લોકો અને હોસ્ટેલમાં હાજર 19 લોકો સહિત કુલ 260 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં માત્ર 1 બ્રિટિશ નાગરિક 'વિશ્વાસકુમાર રમેશ' ચમત્કારિક રીતે જીવતો બચ્યો હતો. આ ભારતના એવિએશન ઇતિહાસની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026