મહારાષ્ટ્રમાં અજિત પવારે પણ ફસાવ્યો પેચ ! રાજ્યપાલ-કેન્દ્રીય મંત્રી સહિતની માંગ કરી
December 03, 2024
મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીતવા છતાં મહાયુતિ ગઠબંધન મહામુશ્કેલીનો સામનો કરી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે મહત્ત્વના વિભાગો માંગી રહ્યા છે, તો બીજીતરફ NCPના પ્રમુખ અજિત પવારે પણ મહત્ત્વના મંત્રી પદો માંગી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાના છે, જેમાં તેઓ 11 મંત્રી પદ માંગી શકે છે. તેઓ મહારાષ્ટ્રમાં સાત કેબિનેટ અને બે રાજ્યમંત્રી, કેન્દ્રમાં એક કેબિનેટ અને કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ પદની માંગણી કરી શકે છે. અજિત પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતા માટે રાજ્યપાલ પદ અને પ્રફુલ્લ પટેલ માટે કેન્દ્રમાં કેબિનેટ પદ ઈચ્છે છે.
મહારાષ્ટ્રમાં પાંચમી ડિસેમ્બરે શપથગ્રહણ કાર્યક્રમ યોજાવાનો છે. જોકે તે પહેલા સરકારને અંતિમરૂપ આપવા માટે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી દોડધામ જોવા મળી રહી છે. અજિત પવાર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ દિલ્હીમાં જ રોકાયેલા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. આ પહેલા મહાયુતિના ત્રણે નેતાઓ શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP પ્રમુખ અજિત પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મંત્રાલયની વહેંચણી મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર નવી સરકારમાં એનસીપીની દાવેદારી સુનિશ્ચિત કરવા ઈચ્છે છે.
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026