અક્ષય પ્રિયંકાની ઐતરાઝ ફિલ્મની સીકવલ બનશે

November 16, 2024

મુંબઇ : અક્ષય કુમાર તથા પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'ઐતરાઝ'ની સીકવલ બનાવવાની જાહેરાત થઈ છે.  જોકે, આ સીકવલમાં અક્ષય અને પ્રિયંકા રીપિટ થશે કે નહીં તે હાલ સ્પષ્ટ નથી.  નિર્માતા સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે 'ઓએમજી ટૂ' લખનારા  અમિત રાય પાસે એક સારી વાર્તા છે. તે તેમને પસંદ પડી છે અને તેની સ્ક્રિપ્ટ પોતે ફાઈનલ કરી  ચૂક્યા છે.  જોકે, ફિલ્મના કલાકારો વિશે તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.  'ઐતરાઝ'માં અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા ઉપરાંત કરીના કપૂર પણ મહત્વની ભૂમિકામાં હતી. પ્રિયંકાનો રોલ નેગેટિવ હતો.  એક સમયે અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા વચ્ચે અફેરની પણ ચર્ચા ચાલતી હતી. જોકે, હવે પ્રિયંકા લગ્ન બાદ અમેરિકા સેટલ થઈ ચૂકી છે પરંતુ તે લાંબા સમયથી બોલીવૂડમાં કમબેકની તૈયારી કરી રહી છે.