અક્ષયની હાઉસફૂલ પાંચ ફાવતી તારીખ માટે પાછી ઠેલાઈ ગઈ

December 05, 2023

મુંબઇ : અક્ષય કુમારની 'હાઉસફુલ ફાઈવ'ની રિલીઝ લંબાઇ ગઇ છે. આ ફિલ્મને પહેલા દિવાળી ૨૦૨૪ના રોલ રિલીઝ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મને ૨૦૨૫માં રિલીઝ કરવામાં આવશેની ઘોષણા કરવામાં આવી છે. નિર્માતાઓએ એવું બહાનું કાઢ્યું છે કે ફિલ્મનું વીએફએક્સ વધારે બહેતર બનાવવા માટે આ તારીખ લંબાવવામાં આવી છે. જોકે, ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાન દિવાળી સમયે 'ટાઈગર થ્રી' રીલીઝ કરીને પસ્તાયો છે. તેના પરથી અક્ષય કુમાર પણ હવે દિવાળી તહેવારોનું જોખમ લેવા માગતો નથી. બીજું કે આ જ અરસામાં અક્ષયની સ્કાય ફોર્સ ફિલ્મ અને તે પછી તરત જ 'વેલકમ ટૂ ધી જંગલ' રીલીઝ થવાની ગણતરી છે. આમ માત્ર દોઢ-બે મહિનામાં જ અક્ષયની ત્રણ ત્રણ ફિલ્મો રીલીઝ થાય તો ઓવર એક્સપોઝરના કારણે મુશ્કેલી પડી શકે છે. આ બધાં કારણોસર ફિલ્મ પાછી ઠેલાઈ ગઈ છે. બાકી આ કોઈ હેવી વીએફએક્સ કે કમ્પ્યુટર ગ્રાફિક્સ ધરાવતી ફિલ્મ નથી કે જેને બહેતર બનાવવા માટે વધુ અડધું વર્ષ ફિલ્મ પાછી ઠેલવાની નોબત આવે.