આલિયા ભટ્ટ પણ ડીપ ફેકના સપાટામાં : વીડિયો વાયરલ

November 27, 2023

મુંબઇ: બોલીવૂડની વધુ એક હિરોઈન ડીપ ફેકનો શિકાર બની છે. હવે આલિયા ભટ્ટનો પણ એક ડીપ ફેક વીડિયો વાયરલ થયો છે. મૂળ અન્ય યુવતીના રિવિલિંગ વન પીસના  વીડિયોમાં માત્ર આલિયાનો ચહેરો ચેન્જ કરી દેવાયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો. જોકે, વીડિયો જોઈને તરત જ ચાહકોએ આ ડીપ ફેક હોવાનો ચુકાદો આપી દીધો હતો. સંખ્યાબંધ યૂઝર્સએ આ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી હતી. જોકે, આ વીડિયો અંગે આલિયા ભટ્ટનો કોઈ પ્રત્યાઘાત સાંપડયો નથી. આ પહેલાં રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ તથા કાજોલના ડીપ ફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયો અંગે દિલ્હી પોલીસ ગુનો પણ નોંધી ચૂકી છે. દિલ્હી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેને રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયોના કેસમાં મહત્વપૂર્ણ કડી સાંપડી ચૂકી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સને આ ડીપ ફેક વીડિયો દૂર કરવા સૂચના અપાઈ છે. મુંબઇ: લો બજેટમાં બનેલી અને માઉથ પબ્લિસિટીના સહારે ઊંચકાયેલી ફિલ્મ '૧૨વી ફેઈલ'ને સ્વતંત્ર એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલવામાં આવી છે. ઓસ્કર એવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે ક્લાઈમેટ ચેન્જ પરની મલયાલમ ફિલ્મ '૨૦૧૮' પસંદ થઈ ચૂકી છે. જોકે, કોઈપણ નિર્માતા પોતાની ફિલ્મને ઓસ્કરમાં સ્વતંત્ર એન્ટ્રી તરીકે મોકલી શકે છે. તે અનુસાર વિધુ વિનોદ ચોપરાએ '૧૨વી ફેઈલ'ને ઓસ્કરમાં મોકલી છે. 
ઓસ્કર એવોર્ડ આગામી  વર્ષે ૧૦મી માર્ચે યોજાવાના છે. વિક્રાંત  મેસીની આ ફિલ્મ ગયા મહિને રીલીઝ થઈ હતી. તદ્દન નહીંવત્ત પબ્લિસિટી અને કોઈ મોટા સેલેબલ સ્ટારની ગેરહાજરી છતાં પણ આ ફિલ્મે માત્ર માઉથ  પબ્લિસિટીના જોરે બોક્સ ઓફિસ પર ૫૫ કરોડની કમાણી કરી છે. આ  ફિલ્મ માત્ર ૨૦ કરોડના બજેટમાં બની છે. બોલીવૂડના ભલભલા મોટા સ્ટાર્સની ફિલ્મ પોતાનો ખર્ચો પણ કાઢી શકી નથી તે વચ્ચે આ ફિલ્મ હિટ થઈ છે. મોટાભાગના સમીક્ષકોએ પણ આ ફિલ્મને વખાણી છે. ગયાં વર્ષે ભારત તરફથી ઓસ્કરમાં  સત્તાવાર એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' મોકલવામાં આવી હતી.