કુંભમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત, નાસભાગ બાદ સ્થિતિ સામાન્ય

January 29, 2025

કુંભમાં ભાગદોડ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં કુંભમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાની વાત સામે આવી છે,હાલમાં કુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય બની ગઈ છે,સરકારી વોલ્વોમાં કુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેમને કોઈ તકલીફ પડી નથી,27મી ફેબ્રુઆરીએ નીકળેલી પહેલી બસ સવારે 5 કલાકે પહોંચી છે પ્રયાગરાજ તો GSRTC વિભાગ ત્યાંની પરિસ્થિતિ મુજબ વ્યવસ્થા કરશે,સાથે સાથે વધુ ભીડ હોય તો બસના યાત્રિઓને હોલ્ટ કરાશે તેમજ હાલ ગુજરાતથી જતી GSRTCની બસના રૂટ યથાવત છે.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે સકારાત્મક નિર્ણય લીધો છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.