ઈરાન સાથે મિત્રતાના કારણે ભારત પર ભડક્યું અમેરિકા, સતત બીજી વખત આપ્યો ઝટકો
February 07, 2025
દિલ્હી : અમેરિકામાં સત્તામાં પાછા આવ્યા બાદથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર કાર્યવાહી કરવા માટે તમામ સંભવિત ઉપાયો અપનાવી રહ્યા છે. જો કે, હવે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર વધુ દબાણ લાવવાની વ્યૂહરચના તરીકે ભારત અને ઈરાનની મિત્રતા પર હુમલો કર્યો છે. અમેરિકાએ સૌથી પહેલા ઈરાનના ચાબહાર પોર્ટ પર ભારતને આપવામાં આવેલી છૂટને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હવે એક ભારતીય કંપની માર્શલ શિપ મેનેજમેન્ટ કંપની અને એક ભારતીય નાગરિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ભારતીય કંપની પર આરોપ લગાવ્યો છે કે ભારત ચીનને તેલ વેચવામાં ઈરાનને મદદ કરી રહ્યું છે. સાથે જ અમેરિકાને એ વાતનો પણ ડર છે કે ઈઝરાયલ સાથે યુદ્ધ બાદ ઈરાન સરકાર હવે પરમાણુ બોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. આ જ કારણસર અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન ઈરાનને ઘૂંટણિયે લાવવા માંગે છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 6 ફેબ્રુઆરીના રોજ નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે ભારતીય કંપનીએ ચીન સાથે કરોડો ડૉલરના તેલના વેપારમાં ઈરાનની મદદ કરી છે. તેમજ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ પણ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન વિરુદ્ધ મહત્તમ આર્થિક દબાણ બનાવવાનો આદેશ આપ્યો હતો અને હવે આ ભારતીય કંપની અને અધિકારી પર લાદવામાં આવેલ પ્રતિબંધ ટ્રમ્પના આ આદેશનો એક ભાગ છે.
Related Articles
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર?
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિ...
May 06, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં જોરદાર બ્લાસ્ટ, વિસ્તારમાં હડકંપ
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર...
May 06, 2026
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી
મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના...
May 06, 2026
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
Trending NEWS
05 May, 2026