આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું અમેરિકા! ઈઝરાયલ-મિડલ ઈસ્ટની ચિંતા
February 03, 2026
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી તત્કાલીન પ્રમુખ માદુરોને કેદ કર્યા તે પછીથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની વારંવાર ધમકીઓ પણ આપી હતી. જોકે હવે અમેરિકા હાલ ઈરાન પર હવાઈ હુમલો કરે તેની શક્યતા ઓછી છે. WSJના અહેવાલ અનુસાર અમેરિકા ઈરાન પર હુમલો કરવા હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. કારણ કે જો ઈરાન વળતો હુમલો કરે તો તેનાથી બચવા માટે મિડલ ઈસ્ટના દેશો તથા ઈઝરાયલમાં વધુ એર ડિફેન્સ તૈનાત કરવાની જરૂર છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે જ અમેરિકાની નૌસેના અબ્રાહમ લિન્ક એરક્રાફ્ટ કેરિયર તથા અન્ય જંગી જહાજો મિડલ ઈસ્ટમાં તૈનાત કર્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે અમેરિકા હવે ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. જોકે જ્યાં સુધી ઈઝરાયલ તથા આરબના અન્ય દેશો સુરક્ષિત છે તેવી ખાતરી ન થાય ત્યાં સુધી અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે. અમેરિકાનું પેન્ટાગોન હાલ જૉર્ડન, કુવૈત, બેહરીન, સાઉદી અરેબિયા, કતાર તથા અન્ય સ્થળોએ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી રહ્યું છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ જૂન મહિનામાં અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ નષ્ટ કરી હતી. જે બાદ ઈરાને બદલો લેવા ઈઝરાયલ તથા કતારમાં અમેરિકાના એરબેઝ પર વળતો હુમલો કર્યો હતો. હાલમાં જ રવિવારે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ચેતવણી આપી હતી કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો 'પ્રાદેશિક યુદ્ધ' ફાટી નીકળશે. બીજી તરફ શુક્રવારે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડાએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે વાટાઘાટો ચાલી રહી છે. રશિયાએ પણ ચેતવણી આપી હતી કે ઈરાન પર કોઈ પણ સૈન્ય હુમલો સમગ્ર ક્ષેત્રમાં અરાજકતા પેદા કરી શકે છે. જેના કારણે ખતરનાક પરિણામો આવશે. બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર ઈરાન અમેરિકા સામે નમતું જોખવા તૈયાર હોય તેવા સંકેત પણ મળ્યા છે. તુર્કીયેમાં ઈરાન અને અમેરિકાના અધિકારીઓ વાટાઘાટો કરવાની તૈયારી કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર શુક્રવારે ઈરાનના વિદેશમંત્રી સાથે મુલાકાત કરે તેવી અટકળો પણ વહેતી થઈ છે. આ વાટાઘાટોમાં તુર્કીયે, કતાર અને ઈજિપ્તના અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે.
Related Articles
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત,...
May 01, 2026
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક
PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની...
May 01, 2026
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500...
May 01, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026