અમેરિકાએ આપી ઈઝરાયેલને ચીમકી : વિઝા નિયંત્રણો લાદવાની યોજનાની તૈયારી

December 02, 2023

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ અઠવાડિયામાં પશ્ચિમ કાંઠે ઉગ્રવાદી હિંસામાં સામેલ ઇઝરાયેલના રહેવાસીઓ પર વિઝા નિયંત્રણો લાદવાની યોજના બનાવી રહ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટે શુક્રવારે વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને આ માહિતી આપી હતી. અહેવાલમાં જણાવાયું છે કે બ્લિંકને જેરુસલેમમાં નેતન્યાહુ સાથે બંધ બારણે બેઠકમાં ટિપ્પણી કરી હતી. તેમણે ઇઝરાયેલને તમામ કાયદા તોડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ વાત કરી હતી.

જેમાં ઇઝરાયલી મૂળના યુએસ નાગરિકો પણ સામેલ છે. મહત્વનું છે કે અમેરિકાના વિદેશમંત્રી આજે ઈઝરાયેલમાં જ હતા, જ્યારે યુદ્ધવિરામ પૂર્ણ થયું અને ઈઝરાયેલી સેનાએ ફરીથી હમાસ સાથે યુદ્ધ શરૂ કર્યું ત્યારે બ્લિંકને અમેરિકા માટે ઉડાન ભરી હતી.

આ મામલે એક મોટી વાત એવી પણ સામે આવી રહી છે કે હાલના દિવસોમાં અમેરિકા કોઈ પણ રીતે યુદ્ધવિરામને વધુ લંબાવવા માટે ઉત્સુક હતું. આંતરરાષ્ટ્રીય પાર્ટનરોના દબાણના લીધે અમેરિકા આ મામલે ઈઝરાયેલને વિચારવા માટે દબાણ કરી રહ્યું હતું. જો કે ઈઝરાયેલે આ મામલે અમેરિકાને અવગણીને ફરીથી હમાસ સાથે યુદ્ધ શરૂ કરી દીધું છે.