અમેઠી: મૃતદેહ લઇને જતી એમ્બ્યુલન્સનો ગોઝારો અકસ્માત, 5ના મોત
June 15, 2025

અમેઠી: અમેઠીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યે એમ્બ્યુલન્સ એક મૃતદેહને લઈને દિલ્હીથી પૂર્વાંચલ એક્સપ્રેસ વે થઈને બિહારના સમસ્તીપુર જઈ રહી હતી. આ દરમિયાન યુપીના અમેઠીમાં માછલીઓથી ભરેલા પિક-અપ વાહન સાથે આ એમ્બ્યુલન્સ અથડાઈ ગઈ.
આ ગોઝારા અકસ્માતમાં બે એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે. પુરનાહી પોલીસ સ્ટેશન વારિસનગર સમસ્તીપુરના રહેવાસી શંભુ રાય ગંભીર રીતે ઘાયલ થયો છે, તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. રાજ કુમાર ઉર્ફે સતીશ શર્મા પોતાના પિતા અશોક કુમાર શર્માનો મૃતદેહ લઈને એમ્બ્યુલન્સમાં દિલ્હીથી સમસ્તીપુર વિહાર જઈ રહ્યા હતા.
રસ્તામાં તેમના પરિવારના કેટલાક વધુ સભ્યો ફરીદાબાદથી એમ્બ્યુલન્સમાં બેસી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને એમ્બ્યુલન્સે કાબુ ગુમાવ્યો અને આગળ જઈ રહેલા માછલી ભરેલા પિકઅપ ટ્રક સાથે અથડાઈ ગઈ અને આ ભયંકર અકસ્માત સર્જાયો.
આ ટક્કર એટલી ભયાનક હતી કે એમ્બ્યુલન્સના બંને ડ્રાઈવરો સરફરાઝ રહેવાસી નલહાર પોલીસ સ્ટેશન મેવાત હરિયાણા અને અવિદ રહેવાસી ફિરોઝપુર પોલીસ સ્ટેશન નૂહ હરિયાણા અને તેમાં બેઠેલા મુસાફરો ફૂલ શર્મા રહેવાસી રવિ ટોલ પોલીસ સ્ટેશન હાથૌડી, વિવેક ઉર્ફે રવિ રહેવાસી રામભદ્ર પોલીસ સ્ટેશન કલ્યાણ જિલ્લા સમસ્તીપુર અને રાજકુમાર ઉર્ફે સતીશ શર્મા રહેવાસી રામભદ્ર કલ્યાણ, સમસ્તીપુર બિહારના દર્દનાક મોત નીપજ્યા છે. બીજી તરફ એક વ્યક્તિ ઘાયલ થયો છે.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025