અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ : શ્વાસ લેવામાં પણ મુશ્કેલી

March 06, 2023

અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઇમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ "પ્રોજેક્ટ એ"નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઇ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ અમિતાભને મુંબઇ મોકલવામાં આવ્યા હતા.