અનાયા બાંગરે ફરી હાથમાં પકડ્યું બેટ, WPL ઓક્શન પહેલા RCB કીટ સાથે શરૂ કરી પ્રેક્ટિસ

November 10, 2025

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચેય ટીમોએ પોતાની રીટેન કરેલી અને રીલીઝ કરેલી ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગમાં બધી ટીમોમાં ઘણા ફેરફારો થયા છે.

આ દરમિયાન આગામી સીઝન પહેલા અનાયા બાંગરનો RCB કીટ સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન તે પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ અનાયાએ ક્રિકેટમાં પરત ફરવાની જાહેરાત કરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

અનાયાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઓફિશિયલ ક્રિકેટ કીટ બેગ પકડીને મેદાન તરફ ચાલતી જોવા મળે છે. વીડિયો તેની દોડથી શરૂ થાય છે. ત્યારબાદ તે વોર્મ-અપ કસરતો અને સ્ટ્રેચિંગ કરે છે. ત્યારબાદ અનાયા તેના પેડ્સ પહેરે છે અને શેડો પ્રેક્ટિસમાં બિઝી રહે છે. આ દરમિયાન તે ડ્રાઈવ મારતી જોવા મળે છે.