વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
October 18, 2025
વિક્રમ સંવત 2081નું વર્ષ અનેક સારા-નરસા પ્રસંગોનું સાક્ષી બનીને વિદાય લઈ રહ્યું છે, અને હવે એક નવી ઊર્જા સાથે ગુજરાતી નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 દસ્તક આપવા જઈ રહ્યું છે. આ નવું વર્ષ અનેક અરમાનો, આશાઓ અને સંકેતો લઈને આવી રહ્યું છે, જેની શરૂઆત કારતક સુદ એકમ, બુધવાર, 22 ઓક્ટોબર, 2025ના રોજ થશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આવનારું આખું વર્ષ દરેક રાશિ માટે કેવા સંકેતો લઈને આવી રહ્યું છે, તેમજ કઈ રાશિને નાની પનોતી કઈ રાશિને મોટી પનોતી રહેશે, આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન દરેક રાશિનું વાર્ષિક રાશિફળ કેવું રહેશે, તે અંગે અહીં સુંદર અને વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી છે.
મેષ : ( અ, લ, ઇ )
આ વર્ષ દરમિયાન તમારા વ્યવહાર અને વર્તનમાં ધીરજ રાખવી કોઈ પણ કામ હોય તેમ વધુ પ્રયત્ન કરવા પડે અને તે બાદ સફળતા મળે. કામ પ્રત્યે રઘવાટ વધુ જોવા મળે, જેને કારણે કોઈની સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. ઇતર પ્રવૃત્તિમાં નાણાં અને સમયનો વ્યય થવાની બાબત પણ વધુ જોવા મળી શકે છે. જેટલી ધીરજ અને વ્યવહારુ ભાવ એટલી અનુકૂળતા રહશે. વર્ષ દરમિયાન પોતાના આરાધ્ય દેવ ઉપરાંત ગણપતિજી અને હનુમાનજીની પૂજા કરવી ઇચ્છનીય છે.
વૃષભ : ( બ, વ, ઉ )
આ વર્ષે તમારા કામકાજમાં તમને કોઈ સારી તક મળી શકે છે. જુના સંપર્કથી પણ લાભ થાય તેવું જણાય છે. કામમાં ઉત્સાહ રહેવાથી કાંઈક નવું કરવાની જિજ્ઞાસા વધુ રહે. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે કોઈ ધાર્મિક કાર્યમાં જોડાવાનું કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપવાની તક મળે અને તેનો સંતોષ પણ જોવા મળી શકે છે. વર્ષ દરમિયાન તમારા આરાધ્ય દેવ ઉપરાંત શિવજીની ભક્તિ વધુ કરવી ઇચ્છનીય છે.
મિથુન : ( ક, છ, ધ )
આ વર્ષ દરમિયાન તમારામાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે. નાણાકીય લાભ કે નોકરીમાં સારી તક જોવા મળે. કુટુંબ બાબત સારી અનુકૂળતા જોવા મળી શકે છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય થાય તેનો પણ ઉત્સાહ વધુ રહે. નવા પરિચય કે કોઈ આયોજનમાં ઉત્સાહ રહે અને તેમાં સકારાત્મક વાત જોવા મળી શકે. વર્ષ દરમિયાન તમારા આરાધ્યદેવ ઉપરાંત નારાયણ કવચના પાઠ કરવો જોઈએ.
કર્ક : ( ડ, હ )
આ વર્ષ દરમિયાન તમને તમારા કામકાજમાં ઉત્સાહ અને કાંઈક નવું કરવાની ભાવના વધુ જોવા મળે. લોકો સાથે મુલાકાતમાં ખુશી અને સંતોષ પણ જોવા મળે, કોઈ યાત્રા કે જાત્રાના યોગ પણ સંભવિત બને છે, જે નવો અનુભવ કરે. વર્ષ દરમિયાન આરાધ્યદેવની ભક્તિ ઉપરાંત શિવ મંત્ર જાપ કરવા ઇચ્છનીય છે.
સિંહ : ( મ, ટ )
આ વર્ષ દરમિયાન ધીરજ રાખવાના ગુણ સારા કહી શકાય કોઈપણ કામકાજમાં થોડી પ્રતિક્ષા થાય પણ બાદમાં કામ આગળ પણ વધે માટે ખોટો ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું. કોઈ મહત્ત્વની વાતચીતમાં ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી પણ ઇચ્છનીય છે. વર્ષ દરમિયાન આરાધ્યદેવ ઉપરાંત શિવ જાપ કરવા અને હનુમાન ચાલીસા વાંચવી હિતાવહ છે.
કન્યા : ( પ, ઠ, ણ )
વર્ષ દરમિયાન સાહસવૃત્તિ જોવા મળે, પણ ક્યાંય કોઇવાર ઉતાવળ કે ગફલત ન થાય તેનું પણ ધ્યાન રાખવું. મન ક્યારેક કોઈ કામ પ્રત્યે બેદરકારી પણ રખાવે. સારા અને અર્થહીન વિચારનું ભારણ વધુ રહે, તેને કારણે તમે કામ પ્રત્યે અણગમતું ભાવ જોવા પણ મળે. વર્ષ દરમિયાન આરાધ્યદેવ ઉપરાંત નારાયણ કવચના પાઠ વાંચવા ઈચ્છનીય છે.
તુલા : ( ર, ત )
આ વર્ષ દરમિયાન તમને કામકાજમાં માર્ગદર્શન અને સહયોગ મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ જોવા મળી શકે છે. જૂની કોઈ વાત મનમાં વધુ રહે, જેને કારણે વિચારો પણ વધુ આવે. થોડી ધીરજ રાખી ધ્યેય તરફ જવાની સલાહ છે. પોતાના આરાધ્યદેવ ઉપરાંત કુળદેવીની ભક્તિ કરવી ઇચ્છનીય છે.
વૃશ્ચિક : ( ન, ય )
આ વર્ષ તમે લોકપયોગી કે સમાજિક કાર્ય વધુ કરો તેવું લાગે છે, પણ તેમાં સમય અને નાણાંનો બિનજરૂરી વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. કામકાજમાં આયોજન સફળ થઈ શકે છે. મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, વર્ષ દરમિયાન આરાધ્યદેવ ઉપરાંત ગણેશજીના મંત્ર કરવા ઇચ્છનીય છે.
ધન : ( ભ, ફ, ધ, ઢ )
આ વર્ષે કામકાજમાં થાક અને કામ વિલબ વધુ રહે તેવું બની શકે છે. વાતચિતમાં ધ્યાન રાખવું તેમાં પણ કોઈ વાતના જવાબ આપવામાં થોડી એકાગ્રતા રાખવી સારી. કોઈ ગેરસમજ વાતચીતમાં ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. વર્ષ દરમિયાન પોતાના આરાધ્યદેવની ભક્તિ ઉપરાંત હનુમાન ચાલીસા કરવી અને નજીકના મંદિરમાં દર્શનાર્થે જવું હિતાવહ છે.
મકર : ( ખ, જ )
આ વર્ષ દરમિયાન યોગ્ય ગણતરી અને આયોજન હશે, તો કામકાજમાં સારું પરિણામ આવશે. તમારા કામકાજ અને વિચારોમાં પરિવર્તન વધુ દેખાય. થોડી ધાર્મિક વૃતિ વધે અને તેના કારણે જીવનશૈલીમાં પણ સારો ભાવ રહે. વર્ષ દરમિયાન પોતાના આરાધ્યદેવ ઉપરાંત બજરંગ બાણના પાઠ વાંચવા હિતાવહ છે.
કુંભ : ( ગ, શ, સ )
આ વર્ષ દરમિયાન વ્યર્થની વાતો અને ઇતર પ્રવૃત્તિના કારણે સમય વ્યય અને નાણાં વ્યય થઈ શકે છે, માટે થોડું ધ્યાન આપવું. કોઈપણ કામકાજમાં ચોક્સાઈ અને ધીરજ વધુ રાખવી હિતાવહ છે. આરોગ્ય અંગે કોઈ મોટી ચિંતા જણાતી નથી, પણ સજાગ રહેવું જરૂરી છે. વર્ષ દરમિયાન પોતાના આરાધ્યદેવ ઉપરાંત શિવમંત્ર જાપ કરવા અને હનુમાન ચાલીસા વાંચવી વધુ યોગ્ય છે.
મીન : ( દ, ચ, ઝ,થ )
આ વર્ષ દરમિયાન પરિવાર કે વ્યવસાય કે મિત્રો સાથે વાતચીતમાં ચોકસાઈ રાખવી ગેરસમજ કે વૈમનસ્ય ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ કારણસર નાણાં ખર્ચ વધે માટે તે બાબત ધ્યાન રાખવું. નોકરી / વ્યવસાયમાં કોઈપણ પરિવર્તન સંભવિત બની શકે છે, પોતાના આરાધ્યદેવ ઉપરાંત સવારે શિવ ભક્તિ કરવી અને રાત્રે હનુમાન ચાલીસા વાંચવી હિતાવહ છે.
Related Articles
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથ...
Oct 28, 2025
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
ધનતેરસ પહેલા સિંહ-તુલા સહિત આ 4 રાશિના જાતકો પર થશે લક્ષ્મી કૃપા, સૂર્ય-મંગળની યુતિની અસર
ધનતેરસ પહેલા સિંહ-તુલા સહિત આ 4 રાશિના જ...
Oct 13, 2025
Trending NEWS
29 October, 2025
29 October, 2025
29 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025