અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, બે મહિનામાં બીજી ઘટના
May 30, 2023

અમેરિકામાં ગન કલ્ચરના વધતા જતા દુષણનો ભોગ ભારતીય મૂળના લોકો અને ભારતીય વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. યુએઈના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર જુડ ચાકો નામનો વિદ્યાર્થી મૂળ કેરાલાનો છે. તેના માતા પિતા 30 વર્ષ પહેલા કેરાલા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા. ચાકો ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. નોકરી કરીને તે પાછો આવી રહ્યો હતો ત્યારે બે વ્યક્તિઓએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાનમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ અને તેમાં તેનુ મોત થયુ હતુ. આ પહેલા 21 એપ્રિલે પણ આંધપ્રદેશના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાઈશ વીરાની પેટ્રોલ પંપ પર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આમ બે મહિનામાં બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025