Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

વધુ એક પ્લેન ક્રેશ! કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન, 2 ઈજાગ્રસ્ત

February 08, 2026

એન્જિનમાં ખરાબી અથવા તો ઈંધણની કમી હોવાની આશંકા 
વિજયપુરા : કર્ણાટકના વિજયપુરા જિલ્લા એક પ્રાઈવેટ જેટ ક્રેશ થયું છે. પ્લેન દુર્ઘટનામાં પાયલોટ અને ટ્રેઈની પાયલોટ ગંભીર રીતે ઈજગરસ્ત થયા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  પ્રાથમિક અહેવાલો અનુસાર પ્રાઈવેટ વિમાન કાલબુર્ગીમાં પાસે જ હવામાં ડગમગવા લાગ્યું હતું. પાયલોટે પ્લેન સંભાળવા ઘણા પ્રયાસ કર્યા. પણ પછી એક ખેતરમાં ક્રેશ થયું. વિમાનમાં સવાર બંને વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી. અત્યાર સુધીની તપાસમાં ઈંધણની કમી અથવા તો એન્જિનમાં ખરાબી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે વિમાન દુર્ઘટનાનું મુખ્ય કારણ તો તપાસ બાદ જ જાણવા મળશે. આ વિમાન 'રેડ બર્ડ એવિએશન' કંપનીનું હતું, આ કંપની દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.