Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 6ના મોત

February 01, 2025

અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેકન્ડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિમાનમાં લગભગ 6 લોકો સવાર હતા. રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેટ રેસ્ક્યુ એર એમ્બ્યુલન્સના પ્રવક્તા શાઈ ગોલ્ડે જણાવ્યું કે આ વિમાન એક મેડિકલ ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાતું જેટ હતું જેમાં એક બાળક અને તેની માતા સહિત 6 લોકો હાજર હતા. મૃત્યુ પામનારા તમામ લોકો મેક્સિકોના હતા. બાળકની સારવાર માટે આ લોકો ફિલાડેલ્ફિયા આવ્યા હતા. જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા.  ગવર્નરે કહ્યું કે ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત ફિલાડેલ્ફિયા એરપોર્ટથી 4.8 કિલોમીટર ઉત્તરપૂર્વમાં થયો હતો. અકસ્માત સ્થળ પરથી સામે આવેલી તસવીરો દર્શાવે છે કે કેટલાક ઘરોમાં પણ આગ લાગી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો ચાલુ છે. તાજેતરમાં જ અમેરિકામાં લગભગ 25 વર્ષમાં સૌથી ભયંકર વિમાન દુર્ઘટના પછી આજે આ સમાચાર આવ્યા છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 એરપોર્ટ નજીક આવતાં જ એક સૈન્ય હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી. રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને પેસેન્જર પ્લેન વચ્ચે થયેલી ટક્કરમાં 67 લોકો માર્યા ગયા હતા. અત્યાર સુધીમાં 40 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસમાં ઘણા મહિનાઓ લાગી શકે છે.