પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો

October 07, 2025

બિહારમાં ચૂંટણી દરમિયાન ભોજપુરી સ્ટાર અને નેતાઓની રાજકીય ખીચડી રંધાવા લાગી છે. પાવરસ્ટાર પવન સિંહ બાદ હવે જાણીતી ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહે બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહ સાથે મુલાકાત કરી છે. થોડા દિવસ પહેલાં પવન સિંહે ઉપેન્દ્ર કુશવાહા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ભગવો ધારણ કર્યો હતો. વળી, લોકગાયિકા મૈથિલી ઠાકુરે પણ ઓફર મળ્યા બાદ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચૂંટણી દરમિયાન અક્ષરા અને ગિરિરાજની મુલાકાત બાદ અનેક પ્રકારની રાજકીય અટકળો શરૂ થઈ છે. જોકે, હજુ સુધી એ જાણ નથી થઈ શકી કે, બંને વચ્ચે મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ હતી.