એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું:ભારતમાં કિંમત 1.54 લાખ

June 06, 2023

કેલિફોર્નિયા  : ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 1.54 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી માટે 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

લેપટોપ ઉપરાંત એપલ દ્વારા 9મી જૂન સુધી ચાલનારી વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં 3 વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. જેમાં મિશ્ર રિયાલિટી હેડસેટ વિઝન પ્રો, ડેસ્કટોપ મેક પ્રો અને સ્ટુડિયોનો સમાવેશ થાય છે. આ સિવાય Appleએ તેની ઓપરેટિંગ સિસ્ટમ iOS 17ના ફીચર્સ પણ રજૂ કર્યા છે.