અદાણીની આજે જ ધરપકડ કરો, PM મોદીની વિશ્વસનિયતા ઘટી: લાંચ કાંડ બાદ રાહુલ ગાંધી આક્રમક
November 21, 2024
અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા ગૌતમ અદાણી સહિત તેમની પેટા કંપની ગ્રીન એનર્જીના બોર્ડ સભ્યો વિરૂદ્ધ 250 મિલિયન ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપો પર કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માગ કરી છે. ગૌતમ અદાણીના રૂ. 2000 કરોડના કૌભાંડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, હવે તો અમેરિકાએ પણ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણીએ ભ્રષ્ટાચાર કરીને મિલકતો ઊભી કરી છે. તેઓ ભાજપનું સમર્થન કરે છે અને આ બધું જ જગજાહેર છે. આમ છતાં, હિન્દુસ્તાનમાં અદાણી વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કરતાં કહ્યું છે કે, 'ગૌતમ અદાણીએ દેશની સંપત્તિનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે, પરંતુ તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. શ્રીલંકા, બાંગ્લાદેશ, કેન્યામાં અદાણી વિરૂદ્ધ તપાસ થઈ રહી છે, પરંતુ હિંદુસ્તાનમાં અદાણી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય કારણ કે તેમની સાથે મોદીજી છે. દેશમાં યુવાનોને રોજગારી નથી મળતી, મોંઘવારી વધી રહી છે અને નાના લોકોને જેલ થઈ જાય છે. એક વ્યક્તિ રૂ. 10-15 કરોડનું કૌભાંડ કરે તો તેમને જેલની સજા થાય છે. અમે અદાણીના ભ્રષ્ટાચારની તપાસની સતત માગ કરી રહ્યા છીએ.’

ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અદાણી કરતા હોવાનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદીજી કહે છે કે, દેશમાં કોઈ ક્રાઈમ કરે તો જેલમાં ધકેલી દઈશું. હવે તો અમેરિકન એજન્સી કહે છે કે, અદાણીને ગુનો કર્યો છે, લાંચ આપી છે, ભારતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, અદાણીએ ઊંચા ભાવે વીજળી આપી છે. તો પણ તેમને કશું થતું નથી અને વડાપ્રધાન ઈચ્છે તો પણ કંઈ કરી શકે એમ નથી કારણ કે, ભાજપનું સંપૂર્ણ ફંડિંગ અને ફંડિંગ સ્ટ્રક્ચર અદાણીના હાથમાં છે. અદાણીજીએ હિંદુસ્તાનને હાઈજેક કરી લીધું છે, હિંદુસ્તાન અદાણીની ગ્રીપમાં છે.’
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026