Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ

July 22, 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ (397 મિમી), નાનાપોંઢામાં 11 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ અને વલસાડ શહેરમાં 8.31 ઈંચ વરસાદ નોંધાતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર માટીનું ધોવાણ (બ્રિજ/બેંક સ્લાઈડિંગ) થતાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વાહનવ્યવહાર ખોરવાયો છે. રેલવે દ્વારા કુલ પાંચ ટ્રેન રદ્દ અથવા તો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

કેટલીક શોર્ટ ટર્મિનેટ કરાઈ

પશ્ચિમ રેલવે દ્વારા માર્ગ પુનઃ શરૂ કરવા માટે ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને કેટલાકને રદ્દ કરવામાં આવી છે.

રદ્દ કરાયેલી ટ્રેનો: ઉમરગામ-વલસાડ મેમુ (69153) અને વલસાડ-ઉમરગામ રોડ મેમુ (69154) સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે.

શોર્ટ ટર્મિનેટ કરાયેલી મુખ્ય ટ્રેનો:
કર્ણાવતી એક્સપ્રેસ (12934): અમદાવાદથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.

ડબલ ડેકર એક્સપ્રેસ (12932): અમદાવાદથી ઉપડી નવસારી સુધી જ ચાલશે.

સાયજીનગરી એક્સપ્રેસ (20908): ભુજથી ઉપડી સુરત સુધી જ ચાલશે.

અજમેર-બાંદ્રા ટર્મિનસ SF (12996): અજમેરથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.

બોરીવલી-વલસાડ મેમુ વાપી સુધી અને વડોદરા-દહાણુ રોડ ટ્રેન બિલીમોરા સુધી જ ચાલશે.

શોર્ટ ઓરિજિનેટ (અડધેથી શરૂ થનારી) ટ્રેનો:
બાંદ્રા-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (12933) બાંદ્રાને બદલે વલસાડથી (16:20 વાગ્યે) ઉપડશે.

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર (12931) મુંબઈને બદલે નવસારીથી (17:20 વાગ્યે) ઉપડશે.

દાદર-ભુજ સાયજીનગરી એક્સપ્રેસ (20907) દાદરને બદલે સુરતથી (19:35 વાગ્યે) ઉપડશે.

બાંદ્રા-અજમેર SF (12995) બાંદ્રાને બદલે વલસાડથી (20:15 વાગ્યે) ઉપડશે.

રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે ઘરની બહાર નીકળતા પહેલા નેશનલ ટ્રેન રનિંગ સ્ટેટસ (NTES) એપ અથવા 139 હેલ્પલાઈન નંબર પર ટ્રેનની સ્થિતિ ચકાસી લેવી.