અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ
April 12, 2026
દિલ્હી - ભારતે ચીનના એ પ્રયાસોને કડક તમાચો માર્યો છે, જેમાં તેણે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે કે આ પ્રકારની હરકતો ભ્રામક અને નિરર્થક છે અને ભારત તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. મંત્રાલય મુજબ ચીન તરફથી લેવામાં આવેલું આ પગલું ખોટું અને પાયાવિહોણું છે. અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે ચીન દ્વારા કોઈપણ રીતે નામ બદલવા અથવા ખોટા દાવા કરવાથી જમીની હકીકત બદલાતી નથી. સરકારે એમ પણ કહ્યું કે ચીનના આ પ્રકારના પ્રયાસો ભ્રામક અને પાયાવિહોણા છે, જેને ભારત સંપૂર્ણપણે ફગાવી દે છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો હતો કે તે પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર કોઈ બાંધછોડ કરશે નહીં. અરુણાચલ પ્રદેશ હંમેશાથી દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યો છે અને રહેશે. વિદેશ મંત્રાલયનું આ નિવેદન ચીનના એ રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં તેણે અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નવા નામ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં, ભારતે તેને ફરી એકવાર રાજકીય અને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે અને આવા તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
Related Articles
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડ...
May 18, 2026
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
Trending NEWS
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે...
17 May, 2026
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026