અરવિંદ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ, માલવીયા નગરમાં પદયાત્રા સમયે બની ઘટના
November 30, 2024
દિલ્હી :" દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં પદયાત્રા દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે, હુમલાનો પ્રયાસ કરનારા એક વ્યક્તિને સુરક્ષા કર્મચારીઓએ દબોચી લીધો હતો. મળતી માહિતી અનુસાર, એક વ્યક્તિ દ્વારા કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કરાયો હતો.
દિલ્હીના માલવિયા નગરમાં પદયાત્રા દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર પાણી ફેંકવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માલવિયા નગર વિસ્તારમાં પદયાત્રા દરમિયાન એક વ્યક્તિએ કેજરીવાલ પર પાણી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તરત જ દિલ્હી પોલીસના જવાનોએ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીનું નામ અશોક ઝા હોવાનું કહેવાય છે.
કેજરીવાલ પરના હુમલા પર દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, 'ભાજપના નેતાઓ તમામ રાજ્યોમાં રેલીઓ કરે છે, તેમના પર ક્યારેય હુમલો થતો નથી. અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો થઈ રહ્યા છે. નાંગલોઈમાં ભાજપે તેમના પર હુમલો કર્યો હતો, છતરપુરમાં તેમના પર હુમલો થયો હતો. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે અને કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી કંઈ કરી રહ્યા નથી. આજનો હુમલાખોર સીધો ભાજપ સાથે જોડાયેલો છે.'
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026