2025ના અંતે બુધ-ગુરુની યુતિથી ષડાષ્ટક યોગ બનશે, 3 રાશિના જાતકો માટે લકી સાબિત થશે

December 01, 2025

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને ગુરુને ખૂબ જ ખાસ ગ્રહો માનવામાં આવે છે. જ્યારે પણ આ બે ગ્રહો ગોચર કરે છે  ત્યારે તેની અસર દરેક જાતક પર લાભદાયી રૂપે પડે છે. આ ઉપરાંત બુધ અને ગુરુના રાશિ પરિવર્તનથી ઘણા શુભ યોગ અને યુતિઓનું પણ નિર્માણ થાય છે. દ્રિક પંચાંગ પ્રમાણે ડિસેમ્બરના અંતમાં એટલે કે 27 ડિસેમ્બરે બુધ અને ગુરુ એકબીજાથી 150 ડિગ્રીના અંતરે સ્થિત થશે, જેનાથી ષડાષ્ટક યોગ બનશે.

વૈદિક જ્યોતિષમાં બુધને બુદ્ધિ, વાણી અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. બીજી તરફ ગુરુને ધન, સંપત્તિ અને ભાગ્યનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ આ બંને ગ્રહો એક સાથે યુતિ કરીને ષડાષ્ટક યોગ બનાવે છે ત્યારે જાતકના જીવન પર તેનો પ્રભાવ શુભ પડે છે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ વિશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય સખત મહેનતનું ફળ આપનારો રહેશે. લાંબા સમયથી જે કામ માટે પ્રયાસ કરી રહ્યા હતા, તેમાં સફળતા મળવાના સંકેત છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. સીનિયર્સ તમને સપોર્ટ કરશે. બિઝનેસમાં નવી ડીલ મળી શકે છે. વિદેશથી જોડાયેલા કામ કરતા લોકોને ખાસ લાભ થઈ શકે છે. પરિવારમાં પણ સારો માહોલ રહેશે. જીવનસાથી સાથે તાલમેલ વધશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત બનવાનો સંકેત આપી રહ્યો છે. બચત વધશે. બિનજરૂરી ખર્ચ ઘટશે. શેર, પ્રોપર્ટી અથવા વ્યવસાયમાં રોકાણકારોને સારું વળતર મળી શકે છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો અપેક્ષા કરતા વધુ સારા પરિણામો મળશે. બિઝનેસમાં ફાયદો થશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધશે. મિત્રો અને પરિવાર તમારા નિર્ણયનું સમર્થન કરશે.