ઑસ્ટ્રેલિયા : બોન્ડીબીચ હુમલા પછી એક મહિને ન્યુ સાઉથવેલ્સમાં ગોળીબાર : 3નાં મોત 1ને ગંભીર ઈજાઓ
January 22, 2026
મેલબોર્ન : ઑસ્ટ્રેલિયાના સમૃદ્ધ રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા માત્ર ૧૫૦૦ની જ વસતી ધરાવતા શહેર 'લેઇક કાર્ગેલિયો'ની વૉકર સ્ટ્રીટમાં ગુરૂવારે બપોરે ૪-૪૦ વાગે અંધાધૂંધ ગોળીબાર થતા બે મહિલાઓ અને એક પુરૂષના સ્થળ પર જ મૃત્યુ થયા હતા અને એકને ગંભીર ઈજા થઈ હતી. તેને તુર્ત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હવે તેની હાલત સુધારા પર છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ ગોળીબાર કરનારાઓ કે કરનાર હજી પકડાયા નથી. પોલીસ તેમની તપાસ ચલાવી રહી છે. જે કોઈને તેની માહિતી મળે તેણે ૧૮૦૦ ૩૩૩૦૦૦ ઉપર ફોન કરવો.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પૂર્વે આશરે ૧ મહિનાથી પણ એક સપ્તાહ પૂર્વે ડીસેમ્બર- ૧૪, ૨૦૨૫ના દિને યહુદીઓ હનુકાહ પર્વ ઉજવતા હતા ત્યારે બે જણાએ અંધાધૂંધ ગોળીબાર કરતા ૧૫ના જાન ગયા હતા. આ ઘટના સીડનીના બોન્ડી બીચ ઉપર બની હતી તે અંગે અપરાધીઓ પિતા- પુત્ર હતા અને મૂળ પાકિસ્તાની હતા.
સત્તાવાળાઓ માને છે કે હત્યારાઓ ઇસ્લામિક સ્ટેટ ગુ્રપ (ખિલાફતવાદીઓ) દ્વારા બ્રેઇન વૉશ કરી હત્યા કરવા 'તૈયાર' કરાયા હતા.
પોલીસનું કહેવું છે કે, આ સીલસીલો ૧૯૯૬થી ચાલી રહ્યો છે.
Related Articles
ટેક ઓફ કરતાં જ ટ્રમ્પના વિમાન એર ફોર્સ વનમાં ટેકનિકલ ખામી! પાછા વોશિંગ્ટન આવવું પડ્યું
ટેક ઓફ કરતાં જ ટ્રમ્પના વિમાન એર ફોર્સ વ...
Jan 21, 2026
અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોરની આશંકાથી સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો! અબજોનું નુકસાન
અમેરિકા-યુરોપ વચ્ચે ટ્રેડ વોરની આશંકાથી...
Jan 21, 2026
પૈસા અને રાજનીતિ પર અબજોપતિઓનો કબ્જો, ઓક્સફેમનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
પૈસા અને રાજનીતિ પર અબજોપતિઓનો કબ્જો, ઓક...
Jan 20, 2026
રશિયામાં 13 ફૂટ હિમવર્ષા, બરફ નીચે દટાયા શહેર, ચોથા માળ સુધી મકાનો ગાયબ
રશિયામાં 13 ફૂટ હિમવર્ષા, બરફ નીચે દટાયા...
Jan 20, 2026
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ બાદ અમેરિકાએ ગ્રીનલેન્ડમાં સૈન્ય વિમાન મોકલતાં દુનિયાભરમાં ટેન્શન!
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ બાદ અમેરિકાએ ગ્રી...
Jan 20, 2026
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત,
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ...
Jan 20, 2026
Trending NEWS
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026