સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે

January 20, 2026

ભારતીય વાયદા બજાર (MCX) માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. રોકાણકારોની ભારે ખરીદીને કારણે બંને કિંમતી ધાતુઓમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આજના કારોબારમાં ચાંદીએ અભૂતપૂર્વ તેજી દર્શાવી છે. MCX પર 5 માર્ચ, 2026 ના વાયદામાં ચાંદીના ભાવમાં તોફાની ઉછાળો નોંધાયો:

સોમવારે ચાંદીનો વાયદો ₹3,10,275 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹3,06,499 પર ખુલી હતી. ખુલ્યા બાદ બજારમાં આવેલી જોરદાર તેજીને કારણે ચાંદીએ ₹3,13,896 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.