UAEના રાષ્ટ્રપતિની ત્રણ કલાકની ભારત મુલાકત : રક્ષણ-વેપારના મોટા કરાર પર હસ્તાક્ષર

January 20, 2026

નવી દિલ્હી: યુનાઈટેડ અરબ અમીરાત(UAE)નાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યા સોમવારે નવી દિલ્હીની ત્રણ કલાકની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે કરાર કરવામાં આવ્યા હતાં.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટ કરીને શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાએ લખ્યું કે વડાપ્રધાન મોદીને મળીને આનંદ થયો. પરસ્પર દ્વિપક્ષીય સહયોગ સાથે ટકાઉ વિકાસ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની વાતચીત કરી.

વડા પ્રધાનમ મોદી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ X પર કેટલાક ફોટોગ્રાફ્સ શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "મારા ભાઈ, યુએઈના રાષ્ટ્રપતિ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરવા હું એરપોર્ટ ગયો હતો. તેમની મુલાકાત ભારત-યુએઈની મજબૂત મિત્રતાનું પ્રતિક છે."