ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શે રાજ્ય સ્તરના રેડ-બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

December 09, 2025

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે એશિઝ ટેસ્ટ સીરિઝ રમી રહી છે.આ સીરિઝ વચ્ચે એક સ્ટાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શે રાજ્ય સ્તરના રેડ-બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.પરિણામે,તે હવે શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માટે રમશે નહીં.આ નિર્ણય માર્શના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય વિશે અનિશ્ચિતતા પેદા કરે છે,ખાસ કરીને એશિઝ સીરિઝને ધ્યાનમાં લેતા, જેમાં તેણે સ્થાન મેળવવાની આશા રાખી હતી.

માર્શે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ખાતે રમાયેલી તાજેતરની મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું,ત્યારબાદ તેણે તેના સાથી ખેલાડીઓને તેના નિર્ણયની જાણ કરી હતી.2019થી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને કારણે તેણે રાજ્ય સ્તરે માત્ર નવ મેચ રમી છે.2009માં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કરનાર માર્શે જણાવ્યું હતું કે તે હવે રેડ-બોલ ક્રિકેટથી દૂર રહેવા માંગે છે.પરંતુ રાષ્ટ્રીય ટીમ માટે ટેસ્ટ મેચ રમવાના દરવાજા સંપૂર્ણપણે બંધ કર્યા નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર માર્શે સ્પષ્ટ કર્યું કે જો પસંદગીકારો તેમને બોલાવે છે.તો તે એશિઝ સીરિઝમાં ભાગ લેવા તૈયાર છે.ભલે તે શીલ્ડ મેચોમાં ગેરહાજર રહેવાને કારણે અસામાન્ય હશે.જોકે તેમણે સ્વીકાર્યું કે ભવિષ્યમાં બીજી ટેસ્ટ મેચ રમવાનું અશક્ય લાગે છે.અગાઉ ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ નવેમ્બરમાં જણાવ્યું હતું કે માર્શનું પ્રદર્શન એશિઝમાં નવી ઉર્જા લાવી શકે છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સીરિઝની શરૂઆતમાં આ વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી.પરંતુ પરિસ્થિતિના આધારે પછીથી ફેરફારો શક્ય છે.