દાહોદમાં મનરેગા કૌભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની કરાઈ ધરપકડ

May 17, 2025

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ દાહોદ પોલીસે મોડી રાત્રે કરી છે, આ કેસમાં તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે, વર્ષ 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે નોંધ્યો હતો ગુનો અને કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી રૂપિયા પડાવ્યા હતા તો આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે અને સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આ મંત્રીના પુત્રએ કર્યો હોવાની વાત પણ સામે આવી છે.

દાહોદમાં મનરેગા કૌંભાંડમાં ભાજપના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી આવી સામે છે, જેમાં બળવંત અને કિરણ ખાબડ ધરપકડથી બચવા હવાતિયાં મારી રહ્યો હતો પરંતુ પોલીસે આજે તેની ધરપકડ કરી લીધી છે, આ બન્ને લોકોએ પોલીસની ધરપકડથી બચવા દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, તો મંત્રી પુત્રોની જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ હાથ ધરાઈ હતી, વર્ષ 2021થી વર્ષ 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.