બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય દાસની જામીન અરજી નકારી, 10 દિવસ જેલમાં મોકલ્યા

November 27, 2024

દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુને બાંગ્લાદેશની કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે.કોર્ટે ચિન્મય દાસને 10 દિવસ જેલમાં મોકલાયા હતા.

મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ તેમના આંદોલનની પ્રક્રિયા યોજના મુજબ ચાલુ રાખે.