બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
May 09, 2026
બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન)ની ચૂંટણી યોજાયા બાદ કાયદાકીય ગૂંચવણના કારણે આજે અઢી મહિના વીતવા છતાં હજુ સુધી પરિણામો જાહેર થઈ શક્યા નથી. ગઈ તા. ૧૫ ફેબ્રુઆરીએ બીસીએની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રિવાઇવલ અને સત્યમેવ જયતે રોયલ જૂથ વચ્ચે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત વિવિધ સમિતિઓના કુલ ૩૧ પદો માટે મતદાન થયું હતું. જોકે ચૂંટણી દરમિયાન 'કૂલિંગ ઓફ પિરિયડ'ના મુદ્દે ચાર ઉમેદવારોને ગેરલાયક જાહેર કરવાની વાંધા અરજીનો મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે પ્રમુખ પદ સહિતના ચાર ઉમેદવારોને અયોગ્ય જાહેર કરી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી મતપેટીઓ સુરક્ષિત રાખવા અને ચૂંટણી પરિણામ જાહેર નહીં કરવા આદેશ આપ્યો છે. હાલના હોદ્દેદારો માત્ર ડે-ટુ-ડે કાર્યકારી કમિટી તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે,જેથી માત્ર ચાર પદો જ નહીં પરંતુ અન્ય પદોના પરિણામો પણ અનિર્ણિત છે. સિંગલ જજના ચુકાદાને હાઇકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ પડકારાયો છે, જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશનના હોદ્દેદારોની યોગ્યતા મામલે આપવામાં આવેલા ચુકાદા અંગે કાયદાકીય સ્પષ્ટતા મેળવવા મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં થયેલી એલપીએ સંદર્ભમાં તા.૯ જુન પહેલા સુપ્રીમ કોર્ટ પાસે ચુકાદાનું અર્થઘટન કરાવી લેવા જણાવાયું હોઈતે બાદ કાર્યવાહી આગળ ધપશે. બીજી તરફ, ફતેગંજની હિલ મેમોરિયલ શાળા ખાતે સ્ટ્રોંગ રૂમમાં મતપેટીઓ રખાઈ છે. મતપેટીની સુરક્ષા માટે શાળાનું ભાડું, ત્રણ શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત તથા કાનૂની પ્રક્રિયાનો ખર્ચ વધી રહ્યો છે.
Related Articles
ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્...
May 29, 2026
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 1 કરોડ...
May 29, 2026
સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો
સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મ...
May 29, 2026
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠા...
May 27, 2026
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોત...
May 27, 2026
અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતોના CCTV મળ્યા
અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ:...
May 24, 2026
Trending NEWS
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! કહ્યું...
29 May, 2026
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી:...
27 May, 2026