ચૈત્રી પૂનમ પહેલા આ 3 રાશિના જાતકો માટે કરિયરમાં ચઢતીના યોગ, ધનલાભ પણ થશે!

April 07, 2025

ચંદ્ર દર અઢી દિવસે ગોચર કરે છે. હવે ટૂંક સમયમાં ચંદ્ર ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 12 એપ્રિલના રોજ ચૈત્રી પૂનમ છે. આ દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. 10 એપ્રિલના રોજ ચંદ્રનું કન્યા રાશિમાં ગોચર ખૂબ જ શુભ રહેશે. ચંદ્રનું કન્યા રાશિમાં ગોચર 3 રાશિના જાતકોને ખૂબ લાભ આપશે. આ રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. તમને અણધાર્યા પૈસા મળી શકે છે.

વૃષભ રાશિ

ચંદ્રનું આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. જે લોકો નોકરી કરે છે તેમને નવી નોકરી માટે એક કરતાં વધુ ઓફર મળી શકે છે. બીજી તરફ  ઉદ્યોગપતિઓને ધન લાભ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કર્ક રાશિ


કર્ક રાશિના જાતકોના જીવનમાં આ સમય સકારાત્મક પરિવર્તન લાવશે. નોકરી કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉદ્યોગપતિઓને દેવામાંથી રાહત મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થતો રહેશે. તમને માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.

કન્યા રાશિ

ચૈત્રી પૂનમ પહેલા ચંદ્ર દેવનું કન્યા રાશિમાં જ ગોચર થઈ રહ્યું છે. આ ગોચર કન્યા રાશિના જાતકોને ખૂબ જ લાભ આપશે. વેપારમાં તમને એક પછી એક મોટા ઓર્ડર મળશે. નફો પણ થશે. કરિયરને નવી દિશા મળશે. જો સંબંધોમાં કડવાશ હશે તો તે દૂર થશે.