શ્રદ્ધાળુઓ સંયમથી કામ લે, સ્થિતિ નિયંત્રણમાં, બોલ્યા CM યોગી

January 29, 2025

મહાકુંભમાં ભાગદોડની ઘટનાને લઇને હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનું સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેઓએ એમ પણ જણાવ્યું કે  મહાકુંભમાં 8થી 10કરોડ શ્રદ્ધાળુઓ હાજર છે. અખાડા માર્ગ પર બેરિકેડ તૂટવાથી આ ઘટના બની. સાથે જ લોકોને વ્યવસ્થા જાળવી રાખવામાં સહયોગ કરવા પણ અપીલ કરી છે.

સીએમ યોગીએ ભાગદોડને લઇને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. વ્યવસ્થા બનાવવામાં સહયોગ કરવા લોકોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિનો તાગ મેળવ્યો છે. પીએમ મોદીએ સવારે 4 વાગે ફોન કર્યો. સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે હાલ 8થી 10 કરોડ શ્રદ્ધાળુઓ છે. બેરિકેડ આવવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. પીએમ મોદીએ ફોન પર 4 વાર સ્થિતિ વિશે તાગ મેળવ્યો છે. ભારે ભીડ છે હાલ પ્રયાગરાજમાં. અફવાઓ પર ધ્યાન ન આપો.