હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત
March 11, 2025

ભારતમાં હોળીના પર્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે. રંગોના આ તહેવારનો નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમની તિથિએ હોલીકા દહન કરવામાં આવે છે. આ સાથે હોળીના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ ગુલાલ લગાવીને ગળે મળે છે અને હોળીની શુભકામના પાઠવે છે.
પૂનમની તિથિનો પારંભ 13 માર્ચ, ગુરુવાર સવારે 10.35 કલાકે
નમની તિથિની સમાપ્તિ 14 માર્ચ, શુક્રવાર બપોરે 12.23 કલાક
હોલિકા દહનની પૂજન વિધિ
- સૌથી પહેલા ગાયના છાણમાંથી હોલિકા અને ભક્ત પ્રહલાદની મૂર્તિ બનાવો અને એક થાળીમાં રાખો.
- પૂજન માટે આટલી જરુરી સામગ્રી તૈયાર કરવી. જેમાં કંકુ, ફૂલ, ચોખા, નારિયેળ, હળદરનો આખો ટુકડો, પતાશા, કાચુ સૂતર, ફળ અને એક લોટો જળ ભરીને તૈયાર રાખો.
- ત્યાર બાદ ભગવાન નરસિંહનું ધ્યાન ધરીને કંકુ, ચોખા, ચંદન અને પાંચ પ્રકારના અનાજ અને ફુલ અર્પણ કરો.
- એ પછી પરિક્રમા હોલિકાની સાત પરિક્રમા કરો. આ સાથે કાચા સૂતરને લઈને હોલિકાની સાત પરિક્રમા કરો.
- છેલ્લે અબિલ- ગુલાલ અર્પણ કરો અને જળ ચઢાવી પૂજા સંપન્ન કરો.
ફાગણી પૂનમના દિવસે આ કાર્યો કરવાથી બચવું
- નકારાત્મક વિચાર અને ક્રોધ કરવાથી બચો. આ દિવસે મન અને વાણી પર સંયમ રાખો. કોઈની સાથે ઝઘડો અથવા ખોટા વચનો બોલવાથી બચો.
- બીજાનું અપમાન ન કરો, આ દિવસ કોઈને નીચા દેખાડવાની કે અપશબ્દો બોલવાથી પાપ લાગે છે.
- માસાંહાર અને નશો કરવાથી બચો. માસાંહાર અને નશા સંબંધિત કોઈ પણ વસ્તુઓનું સેવન કરવાથી બચવુ જોઈએ.
- અશુદ્ધ વસ્ત્રો અને ગંદકી ન રાખો. આ દિવસે ઘર અને શરીરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું.
- રાતના સમયે વાળનો ધોવા અને કાપવાથી બચવુ જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે આવુ કરવું અશુભ માનવામાં આવે છે.
- હોલિકા દહન સમયે ઘરમાં ન રહેવુ. શુભ ફળ પ્રાપ્ત કરવા માટે હોલિકા દહનના સમયે બહાર જઈ અગ્નિની પરિક્રમા કરવી અને તેમા ગોળ તલ અર્પણ કરવું જોઈએ.
- અન્ન અને પાણીનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે ભોજન અને પાણીનો વ્યર્થ ન કરો. કારણ કે, તે દેવી દેવતાનું અપમાન માનવામાં આવે છે.
- ચંદ્ર દર્શન ન કરવાનું ટાળવું. જો કોઈ યોગ હોય તો જ ચંદ્ર દર્શન કરવા.
- ધન અને અનાજ કોઈને ઉધાર ન આપો. આ દિવસે કોઈને ધન અથવા અનાજ ઉધાર આપવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
Related Articles
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો ઉપાય, જીવનની સમસ્યાઓથી મળશે છૂટકારો
આજે ગુરુપૂર્ણિમા: તમારી રાશિ અનુસાર કરો...
Jul 10, 2025
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત
મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે...
Jul 08, 2025
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું છે કારણ
ગુરુ પૂર્ણિમાએ આ રાશિના જાતકોનું ભાગ્ય ચ...
Jul 07, 2025
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, માતાજીની કૃપા પ્રાપ્ત કરવા ઘરે જ કરો આ ઉપાય
ત્રીજી જુલાઈએ છે ગુપ્ત નવરાત્રીની આઠમ, મ...
Jun 30, 2025
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય, આવતીકાલથી શરુ થશે સારા દિવસો
બુધના ઉદયથી ત્રણ રાશિના લોકોનું ચમકશે ભા...
Jun 10, 2025
Trending NEWS

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025

09 July, 2025
09 July, 2025