ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમદાવાદમાં પણ વરસાદ
June 16, 2025
ભાવનગર : દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકના સમયગાળામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 70 થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 6.97 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 5.94 ઈંચ, મહુવામાં 5.83 ઈંચ, તળાજામાં 3.03 ઈંચ, ભાવનગરના સિહોરમાં 1.81 ઈંચ, અમરેલીના રાજુલામાં 1.69 ઈંચ, વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથ ઉનામાં 1.22-1.22 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.14 ઈંચ, ભરૂચના હાંસોટમાં 1.06 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 1.02 ઈંચ ખાબક્યો છે.
જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ખેડા, ભરૂચ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, નર્મદા, નવસારી, આણંદ, તાપી સહિત વિવિધ જિલ્લાના 59 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે બપોરના સમયે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
Related Articles
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે ર...
Jul 22, 2026
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 5...
Jul 22, 2026
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં સૌથી વધુ 15.63 ઇંચ વરસાદ; 150થી વધુ માર્ગો બંધ
વલસાડમાં મેઘતાંડવથી જળબંબાકાર, કપરાડામાં...
Jul 22, 2026
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્યા?': નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટ સરકાર પર લાલઘૂમ
'સુરત મનપા કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કર્...
Jul 20, 2026
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, કેબિનેટની મહોર
ગુજરાતનાં પડોશી રાજ્યમાં લાગુ થશે યુનિફો...
Jul 19, 2026
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી
મહેમદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં...
Jul 19, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026