પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવતા જ મમતા બેનરજીની પાર્ટીમાં મોટું ભંગાણ, 20 સાંસદોનો બળવો
June 09, 2026
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પત્તાના મહેલની જેમ વિખરાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોના પક્ષપલટા બાદ હવે લોકસભામાં પણ ટીએમસીના સાંસદોમાં મોટું ભંગાણ સર્જાયું છે. ટીએમસીના બળવાખોર જૂથનો દાવો છે કે લોકસભાના કુલ 28 સાંસદોમાંથી 20 સાંસદોએ અલગ જૂથ બનાવવાનો અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનરજી માટે આ એક ખૂબ જ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં ટીએમસીનું એક મોટું જૂથ બળવા પર ઉતરી આવ્યું છે. કાકોલી ઘોષે દાવો કર્યો છે કે તેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સંસદમાં અલગ બેઠક વ્યવસ્થા આપવાની માંગ કરી છે અને આ સાંસદો એનડીએમાં જોડાવા ઈચ્છે છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સાથે થયેલી એક બેઠકમાં ટીએમસીના 14 સાંસદો હાજર રહ્યા હતા. આ બળવાખોર જૂથમાં કાકોલી ઘોષ ઉપરાંત શતાબ્દી રોય, બાપી હલદર, અરૂપ ચક્રવર્તી, જૂન માલિયા, દીપક અધિકારી, કાલીપદા સરેન, જગદીશ બસુનિયા, અસિત મલ, અબુ તાહીર ખાન, ખલીકુર રહમાન, શર્મિલા સરકાર, પ્રસૂન બેનરજી અને પાર્થ ભૌમિક જેવા મોટા ચહેરાઓ સામેલ છે.
હાલના તબક્કે ટીએમસી બે નહીં પણ 3 જૂથમાં વહેંચાયેલી જોવા મળી રહી છે. પહેલું જૂથ કાકોલી ઘોષનું છે જે બળવાખોર છે, જ્યારે બીજું જૂથ હજુ પણ મમતા બેનરજી સાથે મજબૂતીથી ઊભું છે. મમતા બેનરજીને વફાદાર રહેલા આ 7 સાંસદોમાં અભિષેક બેનરજી, સાયની ઘોષ, કીર્તિ આઝાદ, મહુઆ મોઇત્રા, સૌગત રોય, સુદીપ બંદોપાધ્યાય અને કલ્યાણ બેનરજીનો સમાવેશ થાય છે. કાકોલી ઘોષે પણ સ્પષ્ટ કર્યું છે કે આ નેતાઓ તેમના બળવાખોર જૂથનો ભાગ નથી.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026