કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર: આજથી હેલિકોપ્ટર બુકિંગ શરૂ
April 11, 2026
વર્ષ 2026માં ચારધામ યાત્રાનો પ્રારંભ 19 એપ્રિલથી થઈ રહ્યો છે, જ્યારે બાબા કેદારનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે 22 એપ્રિલના રોજ ખોલવામાં આવશે. આ યાત્રા શરૂ થાય તે પહેલા જ આજથી એટલે કે 11 એપ્રિલ, શનિવારના રોજ સાંજે 6 વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથના દર્શન કરવા માંગતા હોય, તેઓ ઓનલાઈન માધ્યમથી પોતાની ટિકિટ બુક કરાવી શકશે.
ટિકિટ બુકિંગમાં પારદર્શિતા જળવાય અને છેતરપિંડી અટકે તે માટે વહીવટીતંત્ર દ્વારા માત્ર IRCTCની સત્તાવાર વેબસાઇટ heliyatra.irctc.co.in પર જ બુકિંગની સુવિધા આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓએ અન્ય કોઈ વેબસાઇટ કે એજન્ટ દ્વારા ટિકિટ બુક ન કરવા વિનંતી કરવામાં આવી છે. બુકિંગ કરવા માટે યુઝરે પોતાના મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગઈન કરવાનું રહેશે. ત્યારબાદ યાત્રાની તારીખ, હેલીપેડ અને સમયનો સ્લોટ પસંદ કરી, યાત્રીઓનું નામ, ઉંમર અને આધાર કાર્ડ નંબર જેવી વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે, આ માટે ઉત્તરાખંડ પર્યટન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત છે.
Related Articles
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ...
Jun 20, 2026
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસ...
Jun 20, 2026
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિક...
Jun 19, 2026
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યોને ભાજપની ચીમકી, 'માફીનો સવાલ જ નથી...'
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ...
Jun 19, 2026
Trending NEWS
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
17 June, 2026