ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડરની એન્ટ્રી, ચેન્નાઈ વનડે પહેલા BCCIનો મોટો નિર્ણય!
June 19, 2026
ઈજાના કારણે T20 વર્લ્ડ કપ અને IPL 2026 ગુમાવવી પડી હતી
ચેન્નાઈ- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની છેલ્લી મેચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈમાં રમાનારા ત્રીજા અને અંતિમ વનડે મુકાબલા માટે યુવા ઓલરાઉન્ડર હર્ષિત રાણાને ભારતીય સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ શુક્રવારે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર રહેલો હર્ષિત રાણા હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને તે ચેન્નાઈમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે.
24 વર્ષીય હર્ષિત રાણા ચાલુ વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન ઘૂંટણની ઈજાનો ભોગ બન્યો હતો. આ ગંભીર ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો અને ટીમમાં તેના સ્થાને મોહમ્મદ સિરાજને તક અપાઈ હતી. એટલું જ નહીં, આ ઈજાના કારણે તે IPL 2026માં પણ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી શક્યો ન હતો. ત્યારબાદ તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રહીને પોતાનું રિહેબિલિટેશન પૂર્ણ કર્યું છે.
મહિનાઓ સુધી ક્રિકેટ મેદાનથી દૂર રહ્યા બાદ, હર્ષિત રાણાને આગામી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20I સીરિઝ તેમજ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં ઓલરેડી પસંદ કરી લેવામાં આવ્યો છે. જોકે, શનિવારે ચેન્નાઈ વનડેમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે, તો તે આ આંતરરાષ્ટ્રીય પ્રવાસો પહેલાં જ મેદાન પર એક્શનમાં જોવા મળશે.
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026