ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ
June 17, 2026
વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા 'ફિફા'ની આંતરિક સુરક્ષા પ્રણાલીમાં એક ખૂબ જ ગંભીર સિક્યોરિટી ખામી સામે આવી છે. એક સાયબર સિક્યોરિટી રિસર્ચરે ફિફાની સિસ્ટમમાં રહેલી ખામીનો પર્દાફાશ કર્યો છે. આ ખામી એટલી ગંભીર હતી કે તેનાથી રિસર્ચરને ફિફાના અનેક ઇન્ટરનલ પ્લેટફોર્મ્સનો એક્સેસ મળી ગયો હતો, જેના દ્વારા તે વર્લ્ડ કપની મેચોના લાઈવ ટીવી સ્ટ્રીમ્સને જોઈ અને સંપૂર્ણપણે કંટ્રોલ પણ કરી શકતો હતો.
આ સુરક્ષા ખામી શોધનારા રિસર્ચરે પોતાનું ગુપ્ત નામ 'BobDaHacker' રાખ્યું છે. તેણે ખુલાસો કર્યો છે કે આ ખામી ફિફાની બેક-એન્ડ APIમાં યોગ્ય ઓથોરાઇઝેશન ચેકના અભાવના કારણે સર્જાઈ હતી.
આ ખામીનો ફાયદો ઉઠાવવા માટે રિસર્ચરે કોઈ મોટી હેકિંગ ટ્રીક નથી વાપરી, પરંતુ માત્ર ફિફાના ઓફિશિયલ પ્લેટફોર્મ પર જઈને એક સામાન્ય 'પ્લેયર એજન્ટ'તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સામાન્ય એકાઉન્ટ અને બેક-એન્ડ APIની ખામીના મિશ્રણથી તેને ફિફાની અત્યંત ગુપ્ત ચેનલોનો એક્સેસ મળી ગયો હતો. આ એક્સેસમાં એ સિસ્ટમ પણ સામેલ હતી જે દુનિયાભરના ટીવી બ્રોડકાસ્ટર્સ અને લાઈવ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરનારા કોમેન્ટેટર્સની સ્ક્રીનને કંટ્રોલ કરે છે.
આ સુરક્ષા ખામી ફિફા વર્લ્ડ કપ માટે બહુ મોટો ખતરો સાબિત થઈ શકી હોત, કારણ કે કોઈ એક સિંગલ એટેકર કે હેકર આ ખામીનો ઉપયોગ કરીને મેદાન પરના તમામ કેમેરાના લાઈવ ફીડને એકસાથે હાઇજેક કરી શકતો હતો. રિસર્ચર 'BobDaHacker'એ પોતાના એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, "જો કોઈ ખોટો ઈરાદો ધરાવતો એટેકર હોત, તો તે આખા ફિફા વર્લ્ડ કપના લાઈવ પ્રસારણને ખોરવી નાખીને વિશ્વભરના કરોડો ટીવી સ્ક્રીન પર પોતાનો કન્ટેન્ટ લાઈવ પ્લે કરી શકતો હતો."
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026