છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા
April 19, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી ફોર્મ ભરનારા વધુ 10 કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપે કડક હાથે કામગીરી કરી છે. શિસ્તભંગના આરોપ હેઠળ આ તમામ 10 બળવાખોરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા પક્ષના જ કેટલાક જૂના જોગીઓ અને કાર્યકરોમાં નારાજગી હતી. આ નારાજગીના પગલે 8 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2 કાર્યકરોએ છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા આ નેતાઓને કારણે ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા હતી, જેને રોકવા માટે જિલ્લા ભાજપે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો છે. જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, મુખ્યત્વે બોડેલી, કદવાલ, સંખેડા અને કવાંટ તાલુકાઓના હોદ્દેદારો અને કાર્યકરોને સભ્યપદ તેમજ તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરાયા છે. જિલ્લા પ્રમુખ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ, આ તમામ 10 બળવાખોરો હવે આગામી 6 વર્ષ સુધી ભાજપના કોઈ પણ હોદ્દા કે સભ્યપદ પર રહી શકશે નહીં. ચૂંટણીના આરે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 'શિસ્ત' સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં.
Related Articles
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની...
May 17, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથ...
May 14, 2026
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
Trending NEWS
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને...
15 May, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં...
14 May, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026