ત્રિપુરા બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી; 15 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડ્યા
March 01, 2025
બાંગ્લાદેશથી ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટનાઓ ચાલુ છે. હવે બોર્ડર સિક્યુરિટી બસ એટલે કે BSFએ ત્રિપુરામાં બાંગ્લાદેશના 15 નાગરિકોની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, BSFએ ગુપ્ત માહિતીના આધારે બે અલગ-અલગ ઓપરેશન દરમિયાન સાત બાળકો સહિત બાંગ્લાદેશના 15 નાગરિકોની ધરપકડ કરી છે. આ સાથે ત્રણ ભારતીય દલાલોની પણ ધરપકડ કરવામાં આવી છે. ચાલો જાણીએ આખો મામલો.
મળતી માહિતી મુજબ, BSFએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે. BSFએ સરહદી વિસ્તારોમાં જાળ બિછાવી અને પછી બાંગ્લાદેશના મૌલવીબજાર, સુનમગંજ, નેત્રકોણા અને બારીશાલ જિલ્લાના નાગરિકોને પકડ્યા. અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે ઉનાકોટી જિલ્લાના કૈલાશહરમાં એક ઓપરેશન દરમિયાન બાંગ્લાદેશના ત્રણ પુરૂષો, ત્રણ મહિલાઓ અને સાત બાળકોની આંતરરાષ્ટ્રીય સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું છે કે BSFએ ત્રણ ભારતીય દલાલોની પણ ધરપકડ કરી છે. આ દલાલો કથિત રીતે બાંગ્લાદેશીઓને ભારતીય વિસ્તારમાં પ્રવેશવામાં મદદ કરી રહ્યા હતા. શુક્રવારે BSFએ અન્ય સ્થળે દરોડા પાડ્યા હતા અને અન્ય બે બાંગ્લાદેશીઓને પણ અટકાયતમાં લીધા હતા. મળતી માહિતી મુજબ, આ બે બાંગ્લાદેશીઓ ત્યારે પકડાયા જ્યારે તેઓ પોતાના દેશમાં પરત જવા માટે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026