Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મહારાષ્ટ્રના ગોંદિયામાં બસ પલટી, 9ના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત

November 30, 2024

મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના બિન્દ્રાવના ટોલા ગામ પાસે બસ ડ્રાઈવરે બાઈક ચાલકને બચાવવા જતાં કાબૂ ગુમાવી દેતાં પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 9 લોકોના થયા હતા. અને 30થી લોકો ઘાયલ હતા. ઘાયલોને ગોંદિયા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ ગોંદિયા પોલીસે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટનાના પીડિતોને 10 લાખ રૂપિયાની તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે. આ ઘટના પાછળનું કારણ એવું કહેવાય છે કે બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ કાબૂ બહાર ગઈ હતી. ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર ખજરી ગામ પાસે બાઇકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસ કાબૂ બહાર થતા પલટી ખાઇ ગઇ હતી. શુક્રવારે બપોરે 12 થી 12:30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી.

અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો હતા જેમાંથી 9ના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી પણ શકે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ બસ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓની સૂચનાથી એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પલટી ગયેલી બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. ફરાર ચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.