'અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે' ટ્રમ્પની ધમકી પર કેનેડા સાંસદનો જવાબ

January 13, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને લઇને અવારનવાર નિવેદનો આપે છે. કેનેડાને અમેરિકામાં સમાવવાનો કટાક્ષ પણ કરે છે. ત્યારે આ મામલે વામપંથી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને કેનાડાના સાંસદ જગમીત સિંહે અમેરિકાના થનારા રાષ્ટ્રપતિને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ટ્રમ્પ કેનેડા પર દંડાત્મક કર લગાવવા અને બંને દેશો વચ્ચે વિલય થવાની ધમકીઓનું જો અમલી કરણ કરે છે તો તેનો બરાબરનો જવાબ આપવામાં આવશે.

મહત્વનુ છે કે કેનેડિયન સાંસદે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું, "મારો ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક સંદેશ છે. આપણો દેશ વેચાણ માટે નથી, આજે નહીં અને ક્યારેય નહીં. હું આખા દેશમાં ફર્યો છું અને હું તમને કહી શકું છું કે કેનેડિયનોને પોતાના દેશ પર ગર્વ છે. અમે તેને બચાવવા માટે અમારી બધી તાકાતથી લડવા તૈયાર છીએ.

મહત્વનું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના ભૂતપૂર્વ સાથી જગમીત સિંહે કહ્યું કે કેનેડા ધમકીઓ સામે પીછેહઠ કરશે નહીં અને જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે તે આપણી સામે લડી શકે છે, તો તેઓએ તેની કિંમત ચૂકવવી પડશે.