ગૌભક્તોને રોકવામાં આવી રહ્યા છે: રામલીલા મેદાનમાં ધરણાંની અનુમતિ ન મળતા ભડક્યા શંકરાચાર્ય

March 17, 2025

જગદગુરુ શંકરાચાર્ચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે દિલ્હી સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ ગૌ પ્રતિષ્ઠા પ્રતીક્ષા આંદોલન માટે રામલીલા મેદાનમાં ધરણાં કરવા માટે મંજૂરી માંગી હતી. જો કે સરકારે મંજૂરી આપવાની ના પાડી દીધી છે. જેથી શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, લોકશાહીમાં આ ખોટુ થઈ રહ્યું છે. ગૌભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવા માટે રોકવામાં આવી રહ્યા છે.  હકીકતમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ 17 માર્ચના રોજ રામલીલા મેદાનમાં ધરણાં માટે મંજૂરી માંગી હતી. સરકારે અરજીને દફતરે કરી છે. શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, અમે ગૌ પ્રતિષ્ઠા આંદોલન અનુક્રમે 17 માર્ચના રોજ રામલીલા મેદાનમાં શાંતિ પૂર્વક બેસવા માટે પરવાનગી માંગી હતી, પરંતુ હવે પરવાનગી રદ કરવામાં આવી છે, જે લોકશાહીમાં ખોટું છે. શંકરાચાર્યએ કહ્યું કે, આ સરકારમાં હવે એવો સમય આવી ગયો છે કે, ગૌભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવાથી પણ રોકવામાં આવી રહ્યા છે. અમે સરકાર અને તમામ વિપક્ષોને ગૌમાતા પ્રત્યે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે 17 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, સરકાર 17 માર્ચ સુધી ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરે અને સમગ્ર દેશમાં ગૌ હત્યા પર  સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવે. નહિંતર, અમને 17 માર્ચે દિલ્હીમાં કડક નિર્ણયો લેવાની ફરજ પડશે.