રેલવે પેપર લીક કેસમાં સીબીઆઈએ 26 લોકોની ધરપકડ કરી, દસ્તાવેજો પણ જપ્ત
March 05, 2025
રેલ્વે પ્રમોશન પરીક્ષાના પેપર લીક કેસમાં CBIએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંડિત દીનદયાળ રેલ્વે ડિવિઝન ઓફિસમાંથી 26 લોકોની અટકાયત કરી લીધી છે. આમાં વિભાગના 2 વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે DRM ઓફિસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
CBIએ 3 અને 4 માર્ચની રાત્રે એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન પૂર્વ મધ્ય રેલ્વે હેઠળના વિભાગીય પરીક્ષાના પેપર લીક કૌભાંડને મુગલ સરાઈ ખાતેથી શોધી કાઢવામાં આવ્યું અને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં 1 વરિષ્ઠ ડીઈઈ અને અન્ય 8 રેલ્વે અધિકારીઓ, ઉમેદવાર અને અજાણ્યા વ્યક્તિઓની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પૂર્વ મધ્ય રેલ્વેએ 4 માર્ચ 2025ના રોજ ચીફ લોકો ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે વિભાગીય પરીક્ષાનું આયોજન કર્યું હતું. જ્યારે CBIએ આ કેસમાં 3 જગ્યાએ તપાસ કરી, ત્યારે 17 ઉમેદવાર પાસેથી હસ્તલેખિત પ્રશ્નપત્રોની ફોટોકોપી પણ મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સિનિયર ડીઈઈને પરીક્ષા માટે પ્રશ્નપત્ર તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમણે પોતાના હાથે અંગ્રેજીમાં પ્રશ્નો લખ્યા હતા અને 1 લોકો પાઈલટને આપ્યા હતા. તેમણે તેનો હિન્દીમાં અનુવાદ કર્યો અને 1 ઓએસને આપ્યો હતો. કથિત ઓપરેટરે તે માહિતી કેટલાક અન્ય રેલ્વે કર્મચારીઓ દ્વારા ઉમેદવારો સુધી પહોંચાડી છે. CBIએ આરોપી સિનિયર ડીઈઈ અને અન્ય રેલ્વે કર્મચારીઓની પૈસા એકત્ર કરવા અને કાગળો વહેંચવાના આરોપમાં ધરપકડ કરી છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026