મહાકુંભમાં ફરી ચક્કાજામ, શેરી-રસ્તા બ્લૉક, ચારેકોર માત્ર હોર્નના અવાજ
February 16, 2025
100થી વધુ સ્પેશિયલ ટ્રેન મુકાઈ
પ્રયાગરાજ : સાંજના લગભગ સાડા પાંચ વાગ્યા હતા. જનસેન ગંજથી લીડર રોડ સુધીનો આખો રસ્તો ભીડથી જામ થઈ ગયો હતો. ભારે ભીડના કારણે ભક્તો આગળ વધી શકતા ન હતાં. પેસેન્જર માટેના આરામગૃહો મિનિટોમાં ભરાઈ ગયા હતા. સિવિલ લાઇન્સ સ્ટેશન પર પણ હજારો લોકો એકઠા થવા લાગ્યા. પ્રયાગરાજ જંકશન તરફ આવતા ત્રણ કિમી વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ ટીથર્ડ ડ્રોનમાં કેપ્ચર થઈ એટલે પ્રશાસને તુરંત એલર્ટ જાહેર કરી દીધું હતું. સમગ્ર પરિસ્થિતિ મૌની અમાસના દિવસે મચેલી નાસભાગ જેવી થઈ. ગુગલ મેપ પર પણ રેડ એલર્ટ આવી જતાં ચિંતા વધી હતી. ભીડ પણ સતત વધી રહી હતી.
રેલવેએ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી પ્લાન લાગુ કર્યો હતાં. સાંજે છ વાગ્યે જનસેન ગંજથી સીધા સ્ટેશન જતો લીડર રોડ બંધ કરી દેવાયો હતો. બેરિકેડિંગ લગાવતી વખતે મુસાફરો સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. પરંતુ કડાઈથી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને ડાયવર્ઝનના તમામ રૂટને પણ બ્લોક કરવામાં આવ્યા હતાં. લાકડા અને ટીનથી તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા. મુસાફરોને ચોકના માર્ગે સુખરોબાગ મોકલવામાં આવ્યા હતા. સુલેમસરાયથી નકાસ કોહના જઈ રહેલી રીના શર્માએ કહ્યું કે 'મુડેરા, સુલેમસરાય, ધુમનગંજનો આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હું બેનીગંજ પુલ પરથી નીચે ઉતરી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વણસી હતી.'
લુકરગંજ, ખુલદાબાદ, ખુસરોબાગ ગેટથી ચોક સુધીના તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા. તમામ રસ્તાઓ લાકડા અને ટીન વડે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. મુસાફરો ડાયવર્ઝન રૂટ દ્વારા જ પ્રયાગરાજ જંકશન તરફ જવા સક્ષમ હતા. આખા રસ્તા પર મૌની અમાસ જેવી જ ભીડ જોવા મળી હતી.
રેલવેએ ઈમરજન્સી પ્લાન લાગુ કર્યા બાદ તાબડતોડ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું હતું. દિશાવાર ટ્રેનો ભીડના અનુક્રમમાં મોકલવામાં આવી. 100થી વધુ સ્પેશિયલ ટ્રેન અને રોજિંદા ટ્રેન સહિત 300થી વધુ ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું. જો કે, જેટલી ઝડપથી ભીડ ઓછી થતી, તેટલી જ ઝડપથી વધુ ભીડ ઉમટી પડી હતી. મિનિટોમાં આરામગૃહો ભરાઈ જતાં હતાં.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026