અમેરિકામાં સ્પેન્સરમાં વીજળી પડતાં 160 વર્ષ જૂનું ચર્ચ બળીને ખાક
June 05, 2023

યુનાઈટેડ સ્ટેટ્સના સ્પેન્સર, મેસેચ્યુસેટ્સમાં એક 160 વર્ષ જૂનું ચર્ચ આગથી નાશ પામ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓએ આ ઘટના વીજળી પડવાને કારણે બની હોવાનું જણાવ્યું હતું. સત્તાવાળાઓએ માહિતી આપી હતી કે આગમાં કોઈને ઈજા થઈ નથી કારણ કે ચર્ચ જ્યારે આગની લપેટમાં આવી ગયું ત્યારે તે ખાલી હતું. આગને કાબૂમાં લેવા માટે લગભગ 100 ફાયર ફાઈટરો મોકલવામાં આવ્યા હતા.
આગ ચર્ચના સ્ટીપલથી તેના ગ્રાઉન્ડ ફ્લોર સુધી ફેલાઈ હતી. સ્ટીપલ આખરે સંપૂર્ણપણે બળી ગયો અને નીચે પડી ગયો હતો. ચર્ચના પાદરી રેવ બ્રુસ મેકલિયોડે જણાવ્યું હતું કે ચર્ચ લાકડા અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું અને તે 1800ના દાયકાનું છે. ચર્ચની વેબસાઈટ મુજબ, ચર્ચનું અગાઉનું વર્ઝન આગમાં નાશ પામ્યા પછી 1863માં તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.
આ ચર્ચનું નિર્માણ મૂળ 1743માં કેમ્બ્રિજના ધનાઢ્ય વેપારી નેથેનિયલ કનિંગહામ દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન પર કરવામાં આવ્યું હતું. 1772માં, તેને મોટા ચર્ચ બિલ્ડિંગમાં ફેરવવામાં આવ્યું હતું. 1802માં એક સ્ટીપલ અને બેલ ઉમેરવામાં આવ્યા હતા. દરમિયાન, સળગી ગયેલા ચર્ચનો બાકીનો હિસ્સો સંપૂર્ણપણે નીચે લાવવામાં આવશે કે કેમ તે અંગે તપાસકર્તાઓએ હજી નિર્ણય લેવાનો બાકી છે.
Related Articles
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ ભીખ માંગે છે, નવાઝ શરીફનું દિલે બયાન
ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાકિસ્તાન હજુ...
Sep 20, 2023
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રેમમાં પડી ગયા : એક સંતાનના પિતા પણ બની ગયા
ચીનના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકામાં પ્રે...
Sep 20, 2023
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 નોંધાઈ
ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી...
Sep 20, 2023
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પર કર્યો હુમલો
રશિયા-યુક્રેન બાદ હવે અઝરબૈજાને કારાબખ પ...
Sep 20, 2023
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરોપને લઈને વ્યક્ત કરી ચિંતા, ક્હ્યું ઘટનાની યોગ્ય તપાસ કરે
ભારતની પડખે આવ્યું અમેરિકા, કેનેડાના આરો...
Sep 19, 2023
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા બાદ ઓસ્ટ્રેલિયાનું આવ્યું રિએક્શન
ભારત અને કેનેડા વચ્ચેના વિવાદ પર અમેરિકા...
Sep 19, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023