CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, કો-સ્ટાર દયાએ અવસાનની કરી પુષ્ટિ
December 05, 2023

CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી અને તેઓએ ગઈકાલે લગભગ 12 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.લોકપ્રિય ક્રાઈમ શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 57 વર્ષની વયે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાએ રાત્રે લગભગ 12 વાગ્યે અવસાન થયું હતું. તેમના અવસાનની પુષ્ટી તેમના કો-સ્ટાર દયાનંદ શેટ્ટી (દયા)એ કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ શો CIDમાં તેમના પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવ્યુ હતું. હાલ તેમની અચાનક વિદાયથી તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. દયાનંદ શેટ્ટીએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે દિનેશને હાર્ટ એટેક આવ્યો ન હતો પરંતુ લિવર ડેમેજ થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત અત્યંત નાજુક હતી. દિનેશ ખરેખર કંઈક બીજી જ સારવાર લઈ રહ્યો હતો અને તે દવાઓએ તેના લીવરને અસર કરી હતી. તમે ક્યારેય જાણતા નથી કે તમારી એક સારવાર માટેની દવા તમને બીજી સમસ્યા ક્યારે આપી શકે છે. આપણે ખૂબ કાળજી લેવી જોઈએ તેમ દયાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું.
Related Articles
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025